Arjun Geeta in Gujarati With Lyrics

 

શ્રી કૃષ્ણ શરણં મમઃ
અર્જુન ગીતા


arjun geeta


 

શ્રી ગુરુ પ્રતાપે ગાઈએ, કૃપા તે સાધુ જન જો,
પરિબ્રહ્મ મારો આત્મા, મારુ મન તે અર્જુન જો.
અર્જુને એમ પૂછ્યું, કે સાંભળો વૈકુંઠરાય જો,
કહો સાર ગીતા નો મને, નિજ ભક્ત નો મહિમાય જો.
ત્યારે શ્રી હરિ ઓચર્યા, અર્જુન ધરજો મન જો,
જે સાર ગીતાનો સાંભળે, અવતાર તેનો ધન્ય જો.
ચૌદ લોક જે વશ માહરે, બ્રહ્માંડ કેરો ભાર જો,
ધન્ય મારા દાસ ને, રાખે હૃદય મોઝાર જો.
જલ મધ્યે જેમ વસે પદ્મ, તેને સ્પર્શ નહિ લગાર જો,
તે ચિહ્ન મારા ભક્ત નું, વળગે વિષય વિકાર જો.
સંસાર માં સરસો રહે, ને મન મારી પાસ જો,
સંસાર માં લેપાય નહિ, તે જાણ મારો દાસ જો.
મુજ ભક્ત તે મુજને ભજે, હૈયે હોય હેત હંમેશ જો,
તો ભક્ત તેને જાણીએ, જે કરે કોઈ નો દ્વેષ જો.
કર માંહી તુલસી, કરને તુલસી, કંઠે તુલસી હાર જો,
બહુ તિલક છાપા શોભતા, મુજ ભક્તનો શણગાર જો.
સાચા સાધુ ને જાણે નહિ, પાખંડી પૂજે લોક જો,
જે દંભ આડંબર કરે, તે જાણું સર્વે ફોક જો.
ઉત્તમ વર્ણ થઇ નહિ ભજે, કહીએ ચાંડાલ તેહ જો,
ચાંડાલ થઇ મુજને ભજે, તે જાણ મારો દેહ જો.
મુજ ભક્ત કેરે કારણે, અવતાર લીધા દશ જો,
હું નિરંજન નિરાકાર, મને ભક્તે કીધો વશ જો.
વળી વૈકુંઠ કેરે કારણે, ગયો વસવા વેન જો,
રાવણ ને મારી રાજ આપ્યું, વિભીષણ રાજન જો.
દુર્વાસા ઋષિએ દુભવ્યો, મુજ આત્મા અંબરીશ જો,
ભય ચક્ર મેલી છેદીઓ, મેં ભલી બગાડી શીખ જો .
બલિરાય ને મેં બાંધીઓ, દેવોની કીધી વહાર જો,
પાતાળ આપ્યું રાય ને, ત્યાં હું રહ્યો છડીદાર જો.
ગોકુલ વિષે હું અવતર્યો, શિરે પીંછ ધારતો મોર જો
માખણ ખાતો ચોરી ને, જુગમાં કહેવાયો ચોર જો.
માં જશોદાએ બાંધીઓ, હું જોડી ઉભો હાથ જો,
હું દિન થયો તે દાસ નો, જે ચૌદ ભૌવન નો નાથ જો.
વળી ઇન્દ્ર જયારે કોપીઓ, ત્યારે કોઈ ના આવ્યું આડ જો,
ગોકુલ રાખ્યું રેલતું, ગોપી લડાવ્યા લાડ જો.
સોળસો સ્ત્રીઓમાં હું રમ્યો, મારો કોઈ જાણે ભેદ જો,
મારા ભક્ત કેરે કારણે, મને કહે લંપટ વેદ જો.
વિરંચી વાછરડું હરિ ગયો, તે થયો મહા અધર્મ જો,
હું નવા નિપજાવી લાવિયો, મારો કોઈ ના જાણે મર્મ જો.
મામા ને હું મળવા ગયો, ત્યાં મળી કુબજા નાર જો,
થોડાક ચંદન કારણે, મેં આપ્યું રૂપ અપાર જો.
વળી પ્રથમ પોળે બેસતા, પરિચરે દીધી ગાળ જો,
મેં મારી ને વસ્ત્રો લીધા, સોહાવિયા ગોવાળ જો.
વળી ત્યાંથી આગળ ચાલતા, માલણ લાવી હાર જો,
મેં અર્થ સાધ્યો એહનો, આપ્યા પદારથ ચાર જો.
વળી માર્ગમાં નાવિક મળ્યો, ને આપ્યું દર્પણ હાથ જો,
પૂર્યા મનોરથ તે તણાં, મેં રાખ્યો મારી સાથ જો.
સંબંધી જનને જે હણે, ચાંડાલ નો તે અંશ જો,
મારા ભક્ત કેરે કારણે, મેં માર્યો મામો કંસ જો.
મેં સુદામાને સંતોષીયા, તાન્દુલ કણ ને કાજ જો,
સંપત્તિ આપી તેહને, નવનિઘ સુદ્ધા રાજ જો.
એક વાર વિદુર ઘેર જઈ, આરોગ્યા ભાજી-પાન જો,
મેં લાડ પાળ્યા દાસના, રાજાના તોડ્યા માન જો.
એકવાર જુ વન માં ગયો, ત્યાં વન હતું ઘનઘોર જો,
ભાવ જોયો ભીલડી તણો, મેં ખાધા એઠા બોર જો.
કૌરવોનું કુળ સંહારીયુ, મેં સાર્યો તારો અર્થ જો,
હું ચૌદ ભુવનનો રાજિયો, મેં હાંક્યો તારો રથ જો.
અમે ઘણા મળી ગોવાળિયા, રમતા ગયા મહાવન જો,
બહુ ભાવ જોઈ ઋષિ નારનો, અમે જાચી લીધા અન્ન જો.
પ્રહલાદ-પિતાએ પજવીયો, મેં સ્તંભમાં પૂર્યો વાસ જો,
તે દુષ્ટને વિદારીને, ઉગારી લીધો દાસ જો.
વળી ધ્રુવને દુભવીઓ, ને કાઢ્યો વનવાસ જો,
તે બાળકે મને વશ કર્યો, ધન્ય ધન્ય મારો દાસ જો.
ચંદ્રહાસ ને હરિશ્ચંદ્ર રાય, ભક્ત મારા જેહ જો,
પડી વિપત્તિ પણ નહિ વીસર્યા, મુજ મુકુટ મણિ એહ જો.
જયારે સુધન્વાને નાખ્યો, તાતે તેલકઢાની માંહ્ય જો,
મારા દાસને ઉગારવા, હું દોડ્યો તેની પાસ જો.
દ્રૌપદીના પટકૂળ ખેંચીયા, હું પાસ નહિ તે કાળ જો,
મારા દાસ ને વેળા પડી ત્યારે, તુરંત લીધી સંભાળ જો.
પાંચાલીને જયારે પરહરી, પાસે હતા પાંચ વીર જો,
મેં પ્રગટ થઇ ત્યાં પુરિયા, નવસો નવાણું ચીર જો.
એક કોળીએ કૌતુક દીધું ને લીધું મારુ રૂપ જો,
રાજાની કન્યા પરણિયો, પરદલ કોપ્યો ભૂપ જો.
મેં ત્યાં જઈને શું કર્યું, મુજ તેજ મૂક્યું સાર જો,
પારદલનો પરાજય કર્યો, કીધી ભક્તની વહાર જો.
અજામિલ જે મહાપાતકી, પાપિણી ગુણકા જેહ જો,
જે સ્મરણ કરતા માહરું, વૈકુંઠ પામ્યો તેહ જો.
ગજરાજ ને ગ્રાહે ગહ્યો, ત્યાં લીધું મારુ નામ જો,
ત્યાં એક કરતા બેઉના, અર્જુન સિંધ્યા કામ જો.
હું ને મારા ભક્તમાં, અંતર હોય લગાર જો,
મુજ ભક્તને નહિ ઓળખે, તે ભૂલી ભમે સંસાર જો.
મારા ભક્ત સુખી તો હું સુખી, દુઃખી તો દુઃખી જાણ જો,
મારા ભક્તને જો કોઈ દુભવે, તો મને લાગે બાણ જો.
છે સ્વર્ગ-મૃત્યુ પાતાળમાં, જલથલ મહી મુજવાસ જો,
સન ઇન્દ્રસુંત તુજને કહું, હું થકી વધુ અદકો દાસ જો.
હું યોગ યજ્ઞે નહિ મળું, નહિ તપ તીરથ કે દાન જો,
અર્જુન મહિમા જાણજે, મારુ ભક્તિથી છે જ્ઞાન જો.
હું ભક્ત ની સંગે ફરું, મને ભક્ત નો આધાર જો,
અર્જુન મહિમા જાણજે, કેહતા આવે પાર જો.
હરિભક્તિ મહિમા સુણી, અર્જુન પામ્યો હરખ અપાર જો,
મૂર્છિત થઇ અવની પડ્યો, નેત્રે વહે જલધર જો.
અર્જુન ગીતા સાંભળે ને ગાય જે નર-નાર જો,
તે ભક્ત નક્કી પામશે, પદ અવિચળ નિરાધાર જો.
ભક્તિ મહિમા માહરો, કોઈથી કળ્યો ના જાય જો,
જેનું ભાગ્ય હોય તે અનુભવે, "ધનદાસ" ગીતા ગાય જો.

 

અર્જુન ગીતા સમાપ્ત
જય શ્રી કૃષ્ણ
 

Post a Comment

0 Comments